મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

લશ્કર એ તોયબામાં આતંરિક કલહ :ફંડના પ્રશ્ને હાફિઝ સઇદ અને હમજા વચ્ચે તિરાડ

હાફિઝે ફંડ બંધ કરતા હમઝાએ અલગ આતંકવાદી સંગઠન બનાવીને પાકિસ્તાની લોકો પાસેથી ઉઘરાણા શરુ કર્યા

નવી દિલ્હી : આતંકવાદી સંગઠન લશ્કર તોયબા (LeT)માં આંતરિક કલહ શરુ થયો છે  ફંડના મામલે હાફિઝ સઈદ અને મૌલાના આમિર હમઝા વચ્ચે તિરાડ પડી છે સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠન પાસે સંગઠનનાં પાસ ફંડ ઓછું હોવાનાં કારણે આતંકવાદીઓ ઝગડો ચાલી રહ્યો છે.અત્યાર સુધી લશ્કરનાં સહ સંસ્થાપક સભ્યો મૌલાનાં આમિર હમજા  હાફિઝ સઇદનાં કહ્યામાં હતો પરંતુ સઇદે આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા (JDU) પર પ્રતિબંધ બાદ મૌલાના આમિર હમજાની ફંડિગ બંધ કરી દીધું હતું મુદ્દે મૌલાના આમિર પમઝા હાફીઝ સઇદથી નારાજ હતો અને હવે લશ્કર તોયબાથી અલગ થઇને મૌલાનાં આમિર હમઝા નવું આતંકવાદી સંગઠન જૈશ મનક્ફા બનાવ્યું છે.

 

   મૌલા આમિર હમઝા લશ્કરી તર્ઝ પર નવા આતંકવાદી સંગઠન જૈશ મનવક્ફા દ્વારા પાકિસ્તાનમાં ફંડ એકત્ર કરી રહ્યા છે. તેઓ નવા આતંકવાદી સંગઠન દ્વારા કાશ્મીરમાં લશ્કરની જેમ આતંકવાદ ફેલાવવાનો પ્લાન કરી રહ્યો છે. મૌલાના આમિર હમઝા 26/11 મુંબઇ હૂમલામાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે.

 

   બીજી તરફ નરેન્દ્રભાઈ  મોદીની  સરકારે કહ્યું કે, ભારત વિરુદ્ધ લશ્કર તોયબા, જૈશ મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન, અલ બદ્ર અને જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે અને ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં સહયોગ ચાલી રહ્યો છે. લોકસભામાં બી સેનગુટ્ટુવનનાં પ્રશ્નનાં લેખીત ઉત્તરમાં ગૃહરાજ્યમંત્રી હંસરાજ ગંગારામ અહીરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી ક્ષેત્રમાં સહયોગ ચાલી રહ્યો છે અને પ્રાસંગીક માહિતીઓ સમાયંતરે આદાન પ્રદાન કરવામાં આવે છે.

(9:40 am IST)