મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

મહારાષ્ટ્રમાં ખેડૂતોનો મહામોરચો મુંબઈ પહોંચતા સરકાર ઝૂકી: ત્રણ ખેડૂત નેતાઓની મુખ્ય ભૂમિકા

સમસ્યાને વાચા આપવા હજારો ખેડૂતોના મોરચા માટે ત્રણેય ચહેરાએ નિભાવી મહત્વની જવાબદારી

મુંબઈ ;અખિલ ભારતઇયા કિસાન આયોજિત મહારષ્ટ્રમાં ખેડૂતોની મહારૅલીની સફળતા માટે ત્રણ ખેડૂત નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી ખેડૂતોની સમસ્યાને વાચા આપવા હજારો ખેડૂતો રસ્તામાં ઉતરી આવતા અને   મહામોરચોઃ મુંબઈ પહોંચતા સરકાર જુકી તેમાં ત્રણેય ચહેરાએ મહત્વની જવાબદારી નિભાવી હતી આખરે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો એક સાથે મુંબઇ આવ્યા કઇ રીતે ? અને ખેડૂતોના આંદોલન પાછળ ક્યા ચહેરા કામ કરી રહ્યા હતા.તે જાણવું રસપ્રદ બનશે 

મુંબઇના માર્ગો પર હજારોની સંખ્યામાં ઉમટેલી ખેડૂતોની ભીડે મહારાષ્ટ્ર સરકારની ઉંઘ ઉડાવી દીધી હતી. પોતાની માગણીઓને લઇને ખેડૂતો જોજનો દૂરથી મુંબઇ પહોંચ્યા હતા. ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે કાઢવામાં આવેલા મહા મોરચા પાછળ ત્રણ ચહેરા કામે લાગ્યા હતા.

જીવા પાંડૂ ગાવિત

ત્રણ નામ છે કે જેમણે મહામોરચામાં મહત્વની ભૂમિકા નિભાવી.

જીવા પાંડૂ ગાવિત મહારાષ્ટ્રના તે નેતાઓમાં સામેલ છે કે જે સાદગીભર્યુ જીવન જીવવા માટે જાણીતા છે.

જીવા પાંડૂ ગાવિત આદિવાસી સમુદાયનું નેતૃત્વ કરે છે અને તેઓ કાલવનથી સાત વખત ધારાસભ્ય રહીં ચૂક્યા છે. તેમને મહારાષ્ટ્રમાં ડાબેરીઓને ચહેરો ગણવામાં આવે છે. ખેડૂત આંદોલનમાં સામેલ આદિવાસીઓ એકત્ર કરવામાં જીવાની મહેનત સામેલ છે. જીવા વન અધિકાર કાયદો-2006 હેઠળ આદિવાસીઓને તેમની જમીનનો માલિકી હક અપાવવા માટે લડી રહ્યાં છે. જેને વન વિભાગે પોતાના કબ્જામાં લઇ લીધી છે.

અશોક ધાવલે

અશોક ધાવલે અમુક સમય પહેલા અખિલ ભારતીય કિસાન સભાના અધ્યક્ષ બનાવાયા છે. પહેલા તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા હતાં. અશોક સામાજિક કાર્યકર ગોદાવરી પારૂલેકરને પોતાના આદર્શ માને છે. કિસાન સભાના અધ્યક્ષ બન્યા પહેલા 1993માં થાણે અને પાલઘરમાં કૃષિ, વન કાયદા અંગે અવાજ ઉઠાવતા રહ્યાં છે. અગાઉ તેઓ રાયગઢમાં સેઝનો વિરોધ કરીને પણ ચર્ચામાં આવ્યા હતાં. એટલું નહીં અશોક ધાવલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મુંબઈઇ-નાગપુર એક્સપ્રેસ પ્રોજેક્ટની વિરુદ્ધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે.

અજીત નવાલે

અજીત નવાલે 2017માં થયેલા ખેડૂત આંદોલનના સૌથી પ્રમુખ ચહેરામાંથી એક હતાં. અજીત નવાલેના આંદોલન બાદ સીએમ ફડણવીસે મહારાષ્ટ્રમાં લોન માફી સ્કીમ અને પાકનો દોઢ ગણો ટેકાનો ભાવ આપવાનું એલાન કર્યુ હતું. મામલે બનાવાયેલી સરકારે કમિટીમાં અજીત નવાલે પણ સામેલ હતાં. જોકે

(12:00 am IST)