મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત ત્રણ પુસ્તકોનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી,કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું

એક્ઝામ વોરિયર્સ, રેડિયો કાર્યક્રમ મન કી બાત અને વરુણ માયરા લિખિત ચિંતન શિબિરનું રાજભવનમાં લોકાર્પણ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી લિખિત ત્રણ પુસ્તક એક્ઝામ વોરિયર્સ, રેડિયો કાર્યક્રમ મન કી બાત સાથે વરુણ માયરા લિખિત ચિંતન શિબિરનું લોકાર્પણ કરાયું હતું. રાજભવનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજભવન ખાતે રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં પુસ્તકનુ લોકાર્પણ કરાયું હતું

  મન કી બાત પુસ્તકમાં વડાપ્રધાનના 36 રેડિયો કાર્યક્રમ લેખિતમાં રજૂ કરાયા છે. જ્યારે ચિંતન શિબિર પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનોને સંપાદિત કરાયા છે. એક્ઝામ વોરિયર્સ પુસ્તક વડાપ્રધાન મોદીએ લખ્યું હતું તેનું લોકાર્પણ કેન્દ્રીય પ્રધાન  પ્રકાશ જાવડેકર અને સુષમા સ્વરાજની હાજરીમાં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું

  એક્ઝામ વોરિયર્સમાં પરીક્ષા દરમિયાન રહેતા તણાવને કેમ દૂર કરવો તેની માહિતી વિદ્યાર્થીઓ માટે આપેલી છે. તેમાં માતા-પિતા અને શિક્ષકો માટે પણ ઘણી ટિપ્સ આપવામાં આવી છે.

(12:00 am IST)