મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ડીસીસ 'એક્સ ' નામની જીવલેણ બીમારી :વિશ્વમાં કરોડોના લઇ શકે છે જીવ :વિજ્ઞાનીઓ અજાણ : WHOએ સંભવિત મહામારીની યાદીમાં મૂકી

‘ડિસીસ એક્સ’ કેવી રીતે થાય છે ?તેની સારવાર સંભવ છે કે કેમ ? બીમારીનાં કારણ શોધવામાં હજી સુધી સફળતા મળી નથી

 

નવી દિલ્હી :ડિસીસએક્સનામની જીવલેણ બીમારી ફેલાઈ રહી છે, જે વિશ્વમાં કરોડો લોકોના જીવ લઈ શકે છે હાલ બીમારી વિશે હજી સુધી વધુ જાણકારી મળી નથી પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)માં વિજ્ઞાનીઓએ તેને સંભવિત વૈશ્વિક મહામારીની યાદીમાં મૂકી છે.ઇબોલા, એસએઆરએસ અને ઝિકા વાઇરસને પણ યાદીમાં સામેલ કરવામાં આવી છે.

  જીવલેણ બીમારી વિષે હજી સુધી જાણી શકાયું નથી કે, ‘ડિસીસ એક્સકેવી રીતે થાય છે અને તેની સારવાર સંભવ છે કે કેમ. બીમારીનાં કારણ શોધવામાં આવી રહ્યાં છે, પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી.

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપતા કહ્યું હતું કે, વૈશ્વિક ફ્લૂ મહામારી આગામી કેટલાક દિવસોમાં શરૂ થઈ શકે છે, જેનાથી 33 લાખ લોકોને મારવામાં 200 દિવસ લાગશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં સંભવતિ બીમારીઓને ગંભીરતાથી લઈને દેશો અને રિસર્ચર્સ અજ્ઞાત બીમારી વિશે જાણકારી મેળવી લેશે.

   બીમારી, બની શકે કે કુદરતી રીતે નહિ, પણ માનવી દ્વારા બનાવવામાં આવી હોય. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, રાસાયણિક અને જૈવિક હથિયારોને આજના સમયમાં ઉત્પાદન અને ઉપયોગ માટે કામમાં લેવાઈ રહ્યાં છે, જેને કારણે વાઇરસ ઉત્પન્ન થાય છે.તે ખૂબ ખતરનાક હોઈ શકે છે, કારણ કે એવું પણ બની શકે કે કોઈએ તેના પર ગંભીરતા બતાવી હોય અને જેને કારણે તે ઝડપથી ફેલાઈ રહી છે.
  
સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ડિસીસ એક્સ પ્રાકૃતિક દુનિયાને કારણે પણ પેદા થઈ શકે છે, જેમ કે સ્પેનિશ ફ્લુ અને એચઆઈવી, કારણ કે જાનવરો અને માનવીઓ વચ્ચેના સંપર્કમાં વધારો થયો છે.

(12:00 am IST)