મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

આર્થિક કૌભાંડ કરી દેશ છોડનારા વિજય માલ્યા, નીરવ મોદી જેવા ભાગેડું સામે હવે સરકાર મજબુત કાનૂની સકંજો ભીડવી શકશેઃ લોકસભામાં વિધેયક રજૂઃ ટીડીપી સાંસદોએ બંને ગૃહમાં કાર્યવાહી શરૂ થતા જ હોબાળો કર્યો

નવી દિલ્‍હીઃ દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ક પછી ક હજારો કરોડના આર્થિક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને તેના કૌભાંડકારો દેશ છોડીને વિદેશમાં જલસા કરી રહ્યા છે ત્‍યારે હવે આવા ભાગેડુ અપરાધીઓ ઉપર કાનૂનનો સકંજો વધુ મજબુત બનાવવા માટે લોકસભામાં વિધેયક રજુ થયું છે. જો કે, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ ટીડીપી સાંસદો વેલમાં ધસી જઇ સૂત્રોચ્‍ચાર કરી હોબાળો મચાવ્યો હતો.

લોકસભામાં ભાગેડુ આર્થિક અપરાધીઓ પર લગામ કસવા સંબંધિત બિલ રજૂ કરી દેવાયું. લોકસભામાં નાણારાજ્ય પ્રધાન શિવપ્રતાપ શુક્લએ ભાગેડું આર્થિક અપરાધી વિધેયક 2018ને રજૂ કર્યું.

આ વિધેયકમાં ભાગેડુ અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવા અને તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવા જેવી જોગવાઈઓને શામિલ કરાઈ છે. કેન્દ્ર સરકારે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા મામલા બાદ આ દિશામાં કાયદો લાવવાની પહેલ કરી છે. આ વિધેયકમાં એવા આર્થિક અપરાધિઓને રાખવામાં આવ્યા છે જે કાયદાકીય કાર્યવાહી અને ધરપકડથી બચવા દેશ છોડીને ભાગી જતા હોય છે. વિધેયકને પાછલા સપ્તાહે કેબિનેટની મંજૂરી મળી હતી.

(5:29 pm IST)