હવે સ્વિગી પરથી ખરીદી શકાશે શાકભાજી , ફળ-ફૂલ અને કરિયાણું : નવી સર્વિસ શરૂ
દુકાનદારોને નવા ગ્રાહકો અને ડીલવરિકર્મીઓને વધારાની આવક મળશે
બેંગ્લોર : ઓનલાઇન ભોજન ઓર્ડર કરવા તેમજ ડિલિવરીની કંપની સ્વિગીએ હવે પોતાનાં સ્વિગી સ્ટોર લોન્ચ કર્યા છે આ સુવિધા અંતર્ગત કંપની અલગ અલગ દુકાનોથી રોજિંદા વપરાશમાં લેવાતાં ઉત્પાદનોની ડિલિવરી કરશે. સ્વિગીએ જણાવ્યું હતું કે તેઓ આ દુકાનોમાંથી સબ્જી - ફળ, કરિયાણું,ફૂલ,બાળકોનો સામાન તેમજ સ્વાસ્થ્ય ઉત્પાદનોની ડિલિવરી કરશે.
વધુમાં સ્વિગીએ જણાવ્યું હતું કે આ દુકાનોની શરૂઆતની સાથે જ સ્વિગી એક જ સ્થાન પર અલગ અલગ પ્રકારનાં સામાન અને ભોજન ડિલિવરી કરનાર એક મંચ બની ગઈ છે. તેનું કાર્યક્ષેત્ર શહેરની દરેક દુકાન સુધી હશે. કંપનીનાં CEO શ્રીહર્ષ મજેતીએ કહ્યું હતું કે આ જાહેરાત સ્વિગીને ખાનપાનથી આગળ લઇ જશે અને ગ્રાહકોને રોજબરોજનાં સામાનની ડિલિવરી કરવામાં સરળતાં રહેશે.આ પગલાંથી સહયોગી દુકાનદારોને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ મળશે તેમજ ડિલિવરી કર્મચારીઓને વધારાની આવક મળશે.