મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

ઓરિસ્સામાં ઈંટો ભરેલો ટ્રક ઊંડી ખાઈમાં ખાબકતા 9ના મોત :7 ઘાયલ

ગજપતિ જિલ્લાના લુહઝર ઘાટ પર બનાવ :સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક 50 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યો

 

ઓરિસ્સાના ગજપતિ જિલ્લાના લુહઝર ઘાટ પર ઈંટો ભરેલો ટ્રક પલ્ટી ખાઈ જતા 9 લોકોના મોત નિપજ્યા છે જયારે 7 લોકો ઘાયલ થયા છે ટ્ર્કના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યો હતો જેમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જયારે અન્ય ચારના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા ઘાયલ 7 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે ટ્રકમાં કુલ 16 મજૂરો સવાર હતા.

(11:08 pm IST)