મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

મુકેશ અંબાણી ૨૦ દિન દેશને ચલાવી શકે : રિપોર્ટમાં ધડાકો

ચીનના જેક મા ચાર દિવસ સરકાર ચલાવી શકે : અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચીલી અને નેધરલેન્ડમાં મહિલા પ્રભુત્વ : બેજોસ ૫ દિન અમેરિકાને ચલાવી શકે : રિપોર્ટ

નવીદિલ્હી,તા. ૧૩ : વિશ્વના સૌથી અમીર લોકો પોતપોતાના દેશમાં કેટલા દિવસ સુધી સરકાર ચલાવી શકે છે તેને લઇને પણ હાલમાં રસપ્રદ અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક રસપ્રદ બાબતો સપાટી ઉપર આવી છે. આ ઉદ્યોગપતિઓ અને અબજોપતિઓની સંપત્તિના આધાર પર ગણતરી કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક દેશની સરકારને ચલાવવા કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તેના આધાર પર આંકડા જારી કરવામાં આવ્યા છે. એમાં જાણવા મળ્યું છે કે, મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી સરકાર ચલાવવા સક્ષમ છે. ૪૯ લોકોની આ યાદીમાં ચાર મહિલાઓ છે જેમાં અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચીલી અને નેધરલેન્ડમાં મહિલા પ્રભુત્વ ધરાવે છે. વિશ્વના સૌથી અમીર લોકો કેટલા દિવસ સુધી તેમની સરકારને ફંડ આપી શકે છે તેને લઇને પણ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમેરિકાના જૈફ બેજોસની સંપત્તિ ૯૯ અબજ ડોલર છે અને તેઓ અમેરિકાની સરકારને પાંચ દિવસ ચલાવી શકે છે. બીજી બાજુ એમાનસીયો ઓર્ટેગા ૭૫.૩ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે અને તે સ્પેનને ૪૮ દિવસ સુધી ચલાવી શકે છે. જુદા જુદા દેશોના વડાની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી છે. ચીનમાં સૌથી અમીર લોકોમાં સામેલ જેકમા ચાર દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. આ યાદીમાં જુદા જુદા દેશોના અબજોપતિનો સમાવેશ થાય છે. જર્મનીમાં સ્વાર્ઝ પાંચ દિવસ સુધી સરકાર ચલાવી શકે છે. સાયપ્રસના સૌથી અમીર વ્યક્તિ જ્હોન ફ્રેડરિક્શન ૪૪૧  દિવસ સુધી તેમની સરકારને ચલાવવા સક્ષમ છે. ૨૩.૬ મિલિયન ડોલરના ૨૦૧૮ના ખર્ચના અંદાજ સામે તેમની સંપત્તિની તુલના કરવામાં આવી છે. જાપાન, પોલેન્ડ, અમેરિકા અને ચીનમાં સૌથી મોંઘી સરકાર રહેલી છે. વિશ્વમાં સૌથી અમીર લોકોની યાદીમાં રહેલા ચીનના જેકમા ચાર દિવસ સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીને બચાવી શકે છે. જ્યારે જૈફ બેજોસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ પાંચ દિવસ સુધી અમેરિકી સરકાર ચલાવી શકે છે. આંકડા ખુબ જ રસપ્રદ છે. રોબીન હુડ ઇન્ડેક્સ પર સૌથી વધારે ખર્ચના આંકડા તરીકે આ નવા આંકડા જારી કરાયા છે. બ્લુમબર્ગના રોબીન હુડ ઇન્ડેક્સના આધારે આ આંકડા જારી થયા છે.

અમીરોની સંપત્તિ.......

        નવીદિલ્હી,તા. ૧૩ : વિશ્વના સૌથી અમીર લોકોની સંપત્તિ અને આ અમીર લોકો પોતપોતાના દેશમાં કેટલા દિવસ સુધી સરકાર ચલાવી શકે તેના આંકડા નીચે મુજબ છે.

અબજોપતિ.............................. સરકાર ચલાવી શકે

જૈફ બેજોસ (૯૯ અબજ ડોલર)........................ પાંચ

એમાન્સીયો ઓર્ટેગા (૭૫.૩ અબજ ડોલર).......... ૪૮

બર્નાડ આર્નોલ્ટ (૬૩.૩ અબજ ડોલર)............... ૧૫

કાર્લોસ સ્લીમ (૬૨.૮ અબજ ડોલર).................. ૮૨

જેક મા (૪૫.૫ અબજ ડોલર)............................ ૦૪

મુકેશ અંબાણી (૪૦.૩ અબજ ડોલર)................. ૨૦

લી કા (૩૪.૭ અબજ ડોલર)........................... ૧૯૧

પૌલો લેમન (૨૯.૬ અબજ ડોલર).................... ૧૩

ફરારો પરિવાર (૨૪.૫ અબજ ડોલર)................ ૦૯

સ્વાર્ઝ (૨૪.૩ અબજ ડોલર).............................. ૦૫

(8:00 pm IST)