મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

રાહુલનું પકોડા પોલિટિસકઃ પેટ ભરીને ભજિયાં ખાધાં

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી શનિવારથી કર્ણાટકના પ્રવાસે નીકળ્યા છે. ચૂંટણીપ્રચારના ત્રીજા દિવસે ગઇ કાલે રાયચુરના કલમાલા ગામે પહોંચેલા રાહુલ ગાંધીએ એક દુકાન પર બેસીને મરચાં અને કાંદાનાં ભજિયાં ખાધાં હતાં અને ચા પણ ગટગટાવી હતી. રાજકારણમાં હાલ ભજિયાંની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર પરના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો કોઇ આખો દિવસ ભજિયાં વેચીને સાંજે ર૦૦ રૂપિયાની કમાણી કરે તો એને રોજગાર માનવો જોઇએ.

(3:43 pm IST)