મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

કોઈ અપરાધી વ્યક્તિ રાજકીય પાર્ટીનો પદાધિકારી કે ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી કેવી રીતે કરી શકે ?: સુપ્રીમ કોર્ટ

અપરાધી પર રાજકીય પાર્ટી બનાવવા અને હોદ્દેદાર બનવાથી પ્રતિબંધ લગાડવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કોઈ અપરાધી વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટીનો પદાધિકારી કેમ હોય શકે છે અને તે ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે ?સુપ્રીમ કોર્ટ એક જનહિત અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં દોષીઓ પર રાજકીય પાર્ટી બનાવવા અને તેમાં પદાધિકારી બનવાથી ત્યાં સુધી પ્રતિબંધ લગાડવા અનુરોધ કરાયો હતો જ્યાં સુધી તે ચૂંટણી સંબધી કાનૂન અંતર્ગત અયોગ્ય છે

   ચીફ જસ્ટિઝ દિપક મિશ્રા,જસ્ટિઝ ,એમ,ખાનવિલકર અને જસ્ટિઝ ડી,વાઈ,ચંદ્રચુડની પીઠે કહ્યું કે કોઈ અપરાધી વ્યક્તિ કોઈ રાજકીય પાર્ટીનો પધધિકારી કેમ બની શકે ?અને તે ચૂંટણી લાડવા માટે ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે છે ? અમારો ચુકાદાની વિરુદ્ધમાં છે જેમાં કહેવાયું છે કે ચૂંટણી પ્રક્રિયામાંથી રાજનીતિમાં ભ્રસ્ટાચારને હટાવવો જોઈએ

(9:18 am IST)