મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

શિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) રીપબ્‍લીકન હિંદુ કોએલેસન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઇલીનોઇ કોંગ્રેસનલ પ્રાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા તે અંગેના સમાચારો સમગ્ર શિકાગો તેમજ તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયમાં વાયુ વેગે પ્રસરી જતા તમામ લોકોમાં આヘર્યની લાગણી પ્રસરી જવા પામેલ છે આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ ઉમેદવાર માટે જે નોમીનેટીંગ પિટીશન રજુ કરવામાં આવેલ તેમાં ચુંટણીના કાયદા અનુસાર કેટલીક અનિયમિતા પ્રકાશમાં આવતા તેમને પ્રાયમરીની ચુંટણી લડતા અટકાવવામાં આવ્‍યા છે અને તેમનું નામ ઉમેદવારી પત્રકમાંથી એક ઉમેદવાર તરીકે રદ કરવામાં આવેલ છે અને તે અંગેનો નિર્ણય સ્‍ટેટ બોર્ડ ઓફ ઇલેકસનના અધીકારીએ જાહેર કર્યો હતો. પરંતુ ઉમેદવારી પત્રકમાં જેમનું નામ રદ કરવામાં આવેલ છે તેવા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનના વકીલે જણાવ્‍યુ હતુ કે આ નિર્ણય સામે અમો અપીલમાં જઇશું અને ત્‍યાં આગળ અમો આ સમગ્ર પ્રકરણ અંગે યોગ્‍ય ન્‍યાયની માંગણી કરીશુ.

ઇલીનોઇ રાજયના આઠમા ડીસ્‍ટ્રીકટમાં યુએસ હાઉસના પ્રતિનિધિની માર્ચ માસની ૨૦મી તારીખે પ્રાયમરીની ચુંટણી યોજાનાર છે અને હવે ડેમોક્રેટીક પાર્ટી તરફથી હાલમાં ચુંટાયેલા કોંગ્રેસમેન રાજાકૃષ્‍ણમૂર્તિ તથા રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્‍દ્ર દિગવાનકર ફકત બે જ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં હોવાથી આવતા નવેમ્‍બર માસમાં આ બે ઉમેદવારો વચ્‍ચે ચુંટણી જંગ ખેલાશે પરંતુ રાજયના ચુંટણી અધીકારીએ રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસના ઉમેદવાર વંદના જીંગનનુ નામ ઉમેદવારી પત્રકમાંથી રદ કરતા તેઓ આ અંગે અપીલમાં ગયા હોવાથી ત્‍યાં આગળથી જો તેમને પુનસ્‍થપિત કરવાનો હુકમ ન મળે તો આ ચુંટણી અંગે નવેમ્‍બર માસમાં સીધો મુકાબલો થશે આ અંગેનો સમગ્ર આધાર અપીલ કોર્ટના ચુકાદા પર અવલંબે છે.

આ અંગે જાણવા મળે છે તેમ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનજીએ પોતાની નોમીનેટીંગ પીટીશન માટે મતદાતાઓની જે સહીઓ રજુ કરેલ તે અંગે ઇલીનોઇ સ્‍ટેટ બોર્ડ ઓફ ઇલેકસનના અધીકારીઓએ તેમાં ૧૨૫૦ જેટલી સહીઓને અમાન્‍ય કેરવી હતી. કારણ કે તેને યોગ્‍ય રીતે નિયમો અનુસાર એકત્રિત કરવામાં આવી ન હતી.

ઇલીનોઇ રાજયમાં જે ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેમાં જે તે ઉમેદવારોએ પ્રથમ પ્રાયમરીની ચુંટણીમાં જે તે પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવવી પડે છે અને તેમાં જે ઉમેદવાર વિજયી નિવડે તેમણે આગામી નવેમ્‍બર માસમાં યોજવામાં આવનાર સામાન્‍ય ચુંટણીમાં ભાગ લેવાનો રહે છે અને તેમાં જે પક્ષનો ઉમેદવાર વધુ મતો મેળવીને વિજયની વરમાળા પહેરે તેને હાઉસમાં પ્રતિનિધિ કરવાનો હક પ્રાપ્ત થાય છે.

આ મતદાર ક્ષેત્રમાંથી હાલમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર રાજા કૃષ્‍ણમૂર્તિ હાઉસમાં પ્રતિનિધિ કરે છે અને તેમના મત ક્ષેત્રમાં ૭૦ ટકા લોકો વાઇટ તથા ૧૨ ટકા જેટલા એશીયન લોકો વસવાટ કરે છે આ મતક્ષેત્ર એ ડેમોક્રેટીક પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે હાલમાં હાઉસમાં ચાર ઇન્‍ડીયન અમેરીકન પ્રતિનિધિત્‍વ કરે છે અને સેનેટમાં ફકત એકજ સેનેટર તરીકે કમલા હેરીશ તે અંગેનુ પ્રતિનિધિત્‍વ કરે છે.

રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગન ટી.વી. એશીયાના મીડવેસ્‍ટ રીજીયનના પ્રતિનિધિ તરીકે મીડીયામાં કાર્ય કરે છે અને તેમના નોમીનેશન અંગે શામ્‍બર્ગ વિસ્‍તારના એક મતદાર સ્‍ટીવન એન્‍ડરસને વાંધો ઉઠાવ્‍યો હતો અને સ્‍ટેટ ઇલેકસન બોર્ડને તે અંગે ઘટતુ કરવા અરજ ગુજારી હતી.

ઇલેકસન બોર્ડના અધીકારીઓએ આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને જે પીટીશન ચુંટણી અંગે ફાઇલ કરવામાં આવી હતી તે ચુંટણીના નિયમો અનુસાર ન હતી તેમજ તેમાં કેટલીક ગેરરીતિઓ પણ થયેલી જોવા મળી હતી. અને તેથી તેમનુ નામ ઉમેદવારી પત્રક્રમાં દર્શાવવુ નહી એવો હુકમ જાહેર કર્યો હતો.

આ હૂકમ સામે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનના વકીલે ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ છે અને તે અંગેની જરૂરી સુનાવણી નામદાર ન્‍યાયાધીશે પણ હાથ ધરેલ છે પરંતુ તે અંગેનો ચુકાદો આ હેવાલ લખાઇ રહ્યો છે ત્‍યા સુધીમાં આવ્‍યો નથી. નામદાર કોર્ટના ન્‍યાયાધીશ વંદના જીંગનની તરફેણમાં ચુકાદો આપશે તો રીપબ્‍લીકન પાર્ટીના બંન્ને ઉમેદવારો વચ્‍ચે ચુંટણી ખેલાશે પરંતુ સમગ્ર આધાર ન્‍યાયાધીશના ચુકાદા પર અવલંબે છે

(9:51 pm IST)