મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

શું ચીની માલ જેવી જ તકલાદી છે ચીની રસી ??

બ્રાઝીલના ડેટા અનુસાર ચીનની સીનોવેક રસી પ૦.૪ ટકા અસરકાર

જયારે ફાઇઝર અને મોડર્નાની રસી ૯પ ટકા જેટલી અસરકાર

સાઓ પાઓલો તા. ૧૩ : દુનિયાભરમાંથી કોરોના વાયરસની રસી બાબતે સારા સમાચારો આવી રહ્યા છે. બ્રાઝીલમાં ચીનની સીનોવેક બાયોટેક રસીની અંતિમ તબકકાની ટ્રાયલ પુરી થઇ ચુકી છે. ત્યાંના મીડીયા અનુસાર, ટ્રાયલમાં સીનોવેક રસી ૭પ ટકા કારગત જોવા મળી છે. રોઇટર્સ અનુસાર બ્રાઝીલમાં સીનોવેક રસીમાં ભાગીદાર બુટાનટન ઇન્સ્ટીટયુટે રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજુરી માંગી છે.

ચીનની સીનોવેક બાયોટેક કંપની દ્વારા વિકસીત કરાયેલ આ રસીનું નામ કોરોના વેક છે. મંગળવારે બ્રાઝીલીયન સિરચેરોએ કહ્યું કે બ્રાઝીલમાં ટ્રાયલ દરમ્યાન કોરોનાના લક્ષણોને રોકવામાં આ રસી પ૦.૪ ટકા જ અસરકારક હોવાનું જણાવ્યું છે જે ગયા અઠવાડીયે જાહેર કરાયેલ દર કરતા ઘણો ઓછો દર છે અને મંજુરી મેળવવા માટે અપુરતો ગણી શકાય.

રસીના નવા પરિણામો બ્રાઝીલ માટે બહુ મોટી નિરાશા ગણી શકાય કેમ કે ત્યાંની સરકારે કોરોના મહામારીને રોકવા માટેના રસીકરણ કાર્યક્રમ માટે જે બે રસી પર મદાર રાખ્યો હતો સીનોવેક તેમાંની એક છે.

બુટનટનની માઇક્રોબાયોલોજીસ્ટ નતાલીયા પેસ્ટરનેકે કહ્યું 'અમારી રસી દુનિયાની સારામાં સારી કે આઇડીયલ રસી નથી પણ તે એક સારી રસી છે.' બુટાનટનના કલીનીકલ રીસર્ચ વિભાગના મેડીકલ ડાયરેકટર રિકાર્ડો પાલાસીઓસે કહ્યું કે બહુ માઇલ્ડ કોરોના કેસના કારણે આ ઓછી અસરકારતા વાળા પરિણામો આવ્યા છે.

જો કે ચીનની સીનોવેક રસીનું ટ્રાન્સપોર્ટેશન બહુ સરળ હોવાનું કહેવાઇ રહ્યું છે તેન ે રેફ્રીજરેટરના નોર્મલ ટેમ્પરેચટરે પણ સ્ટોર કરી શકાય છે. બ્રાઝીલને આશા છે કે તે આ મહીનાથી સીનોવેકનો ઉપયોગ શરૂ કરી શકશે ઇન્ડોનેશીયા, તુર્કી, ચીલી, સિંગાપુર યુકેન અને થાઇલેન્ડે પણ આ રસી માટે કંપની સાથે સોદો કર્યો છે.

(3:47 pm IST)