મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

સીરમ બાદ હવે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’નો જથ્થો પહોંચ્યો દિલ્હી

કોરોના વૅક્સીનેશનનું મહાઅભિયાન શરૂ કરવાની તડામાર તૈયારીઓ

નવી દિલ્હી : દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વૅક્સીનેશનનું મહાઅભિયાન  શરૂ કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દેશના અલગ-અલગ શહેરોમાં કોરોના વૅક્સીન પહોંચાડવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. આ દરમિયાન ભારત બાયોટેકની કોરોના વેક્સીન  “કોવેક્સીન”નો પ્રથમ જથ્થો હૈદરાબાદથી દિલ્હી પહોંચી ગયો છે.

 દિલ્હી પહોંચેલા જથ્થાને હરિયાણાના કરનાલમાં મોકલવામાં આવશે. જ્યાંથી અલગ-અલગ જિલ્લાઓમાં કોવેક્સીનને  સમયસર પહોંચાડવાનું કામ કરવામાં આવશે.

કોરોના વૅક્સીન  “કોવેક્સીન”નો પ્રથમ જથ્થો આજે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 559થી દિલ્હી પહોંચ્યો. હૈદરાબાદથી કોવેક્સીનના  ત્રણ બોક્સ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. જેનું વજન 80.5 કિલોગ્રામ છે.

(1:09 pm IST)