મુખ્ય સમાચાર
News of Wednesday, 13th January 2021

વિવિધ દેશોનાં ૪૧૦ ચલણી નાણાં કલેકટ કરીને બનાવ્યો રેકોર્ડ

વિશ્વમાં જુદા-જુદા દેશોના ચલણી સિક્કાઓ અને નોટોનો સંગ્રહ કરનારા લોકો ઘણા મળી આવશે. અન્નામલાઈ રાજેન્દ્રન નામના એક એન્જિનિયરના આવા શોખને પગલે તેમણે રેકોર્ડ કર્યો છે

ચેન્નાઇ,તા. ૧૩: વિશ્વમાં જુદા-જુદા દેશોના ચલણી સિક્કાઓ અને નોટોનો સંગ્રહ કરનારા લોકો ઘણા મળી આવશે. અન્નામલાઈ રાજેન્દ્રન નામના એક એન્જિનિયરના આવા શોખને પગલે તેમણે રેકોર્ડ કર્યો છે.

જુદા-જુદા દેશના આશરે સિક્કા-નોટોને એકત્રિત કરવા બદલ એશિયામાં તથા ઇન્ડિયા બુક ઓફ રેકકોર્ડ્સમાં તેમનું નામ નોંધાયું છે. તેમનું આ કલેકશન અનોખું એ રીતે બની રહે છે કે એમાં કેટલુંક અત્યંત દુર્લભ ચલણ છે અને ૧૬મી તથા ૧૭મી સદીનું ચલણ પણ છે.

મેં મોટા ભાગનું ચલણ મિત્રો પાસેથી અને મુદ્ર સંગ્રહણના ઓકશન્સ થકી મેળવ્યું છે એમ ૧૦ વર્ષથી ચલણ એકત્રિત કરતા ૩૪ વર્ષના અન્નામલાઈએ જણાવ્યું હતું.

૪૧૦ ચલણી નાણાંમાંથી ૧૮૯ યુએનનાં સભ્યરાષ્ટ્રોનું અને ૨૭ ટાપુઓ તથા ઓવરસીઝ ટેરિટરીઝનું છે. આ ચલણમાં વિશ્વના પ્રથમ 'ગ્લો ઇન ધ ડાર્ક' કોઇન, ભારતના ચોલા સામ્રાજયના પ્રાચીન સિક્કા તથા રોમન સામ્રાજયના પ્રાચીન સિક્કાનો સમાવેશ છે.

(10:03 am IST)