મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

ડિસેમ્બર ક્વાર્ટરમાં એરઇન્ડિયાની પેસેન્જર રેવેન્યુમાં 20 ટકાનો નોંધાયો વધારો :યાત્રીઓ પણ 4 ટકા વધ્યા

નવી દિલ્હી :નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં રાહત મળી છે. નાણાકીય વર્ષ 2018-19ના ડિસેમ્બર ક્વાર્ટરમાં, એર ઇન્ડિયાથી મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીમાં 4 ટકા વધારો થયો હતો, પરંતુ પેસેન્જર રેવેન્યુમાં 20 ટકાનો વધારો થયો હતો. આ માહિતી કંપનીના એક સીનીયર અધિકારીએ આપી હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે, વિમાનના સારા યુટિલાઈઝેશને કારણે શક્ય બન્યું છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં, એર ઇન્ડિયાની પેસેન્જર રેવેન્યુ રૂ. 5,538 કરોડ હતી, જે પાછલા વર્ષના આ જ ગાળામાં 4,615 કરોડ રૂપિયા હતી. 2017-18ના ડિસેમ્બર ક્વાર્ટરમાં મુસાફરોની સંખ્યા વિશે વાત કરીએ તો, આશરે 53.28 લોકોએ એર ઇન્ડિયાથી મુસાફરી કરી હતી, જ્યારે 55.27 લાખ મુસાફરોએ 2018-19ના ડિસેમ્બર ક્વાર્ટરમાં મુસાફરી કરી હતી. ત્રીજા ક્વાર્ટરમાં એર ઇન્ડિયાએ 15 નવી ફ્લાઇટ્સ શરૂ કરી હતી

(10:45 pm IST)