મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

પાકિસ્તાને ભારત અને અન્ય પાડોશી દેશ સાથે સંબંધ મજબૂત કરવા જોઇએ:હિના રબ્બાની ખાર

પાકિસ્તાન બંન્ને હાથોમાં ભિક્ષાપાત્ર રાખી સમ્માન હાંસલ કરી શકે નહી

નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે, તેમના દેશે આર્થિક, રાજકિય અથવા સૈન્યરૂપે અમેરીકા પર આશ્રિત રહેવાની જગ્યાએ ભારત અને અન્ય પાડોશી દેશો સાથે સંબંધ મજબૂત કરવો જોઇએ. અહીં 'થિંક ફેસ્ટ'માં અમેરીકા-પાકિસ્તાનના સંબંધો પર કહ્યું કે, પાકિસ્તાને હંમેશા જ પોતાને એક પૂર્ણ રણનીતિક ભાગીદાર હોવાની કલ્પના કરી છે, જે દૂરની વાત છે.

   એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખારે કહ્યું કે, પાકિસ્તાન પોતાના બંન્ને હાથોમાં ભિક્ષાપાત્ર રાખી સમ્માન હાંસલ કરી શકે નહી. પાકિસ્તાને સૌથી મહત્વપૂર્ણ સંબંધ અમેરીકાની જગ્યાએ અફઘાનિસ્તાન, ભારત, ઇરાન અને ચીન સાથે હોવા જોઇએ. તેમણે કહ્યું અમેરીકા તેટલું મહત્વ મેળવવાને હકદાર નથી જેટલું પાકિસ્તામાં તેને આપવામાં આવ્યું છે કારણ કે અમારી અર્થવ્યવસ્થા અમેરીકાના સહયોગ પર નિર્ભર છે, જેવું વ્યાપકપણે માનવામાં આવે છે.

(10:25 pm IST)