મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

શિવસેનાને હરાવનાર હજુ પેદા નથી થયા :ઉદ્ધવ ઠાકરેનો આકારો પ્રત્યાઘાત

અમને સમજાવો કોંગ્રેસ રામમંદિરમાં કઇ રીતે વિક્ષેપ કરે છે :વિરોધ કરનારા નીતીશકુમાર અને પાસવાનની પાર્ટી સહયોગી છે તો મંદિર નિર્માણ કઈ રીતે કરશો ????

મુંબઈ :ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહના નિવેદન્સ સામે શિવસેના આકરા પ્રત્યાઘાત આપી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન નહી થવાની સ્થિતીમાં પોતાના પૂર્વ સહયોગી દળોને હરાવવા સંબંધીત ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહની ટીપ્પણી પર પ્રહારો કરતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેમની પાર્ટીને હરાવનારા હજૂ પેદા નથી થયા.

   તેમણે કહ્યું કે, મેં કોઇ પાસે 'પટકી દઇશું' જેવા શબ્દો સાંભળ્યા છે. શિવસેનાને હરાવનારા હજી પેદા નથી થયા. 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં મોદી લહેર પર નિશાન સાધતા કહ્યું કે, શિવસેનાએ પોતાની યાત્રામાં ઘણી લહેરો જોઇ છે. ભાજપથી ઉલટ, શિવસેનાએ ચૂંટણી પહેલા રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે જેથી તેમનો પર્દાફાશ કરી શકાય જે હંમેશા તેનો ઉપયોગ ચૂંટણી મુદ્દા માટે કરે છે.

ઠાકરેએ કહ્યું કે, અમને જણાવો કે કોંગ્રેસ કંઇ રીતે રામમંદિર નિર્માણમાં વિક્ષેપ કરે છે. કોંગ્રેસને તેની કરણીનું ફળ 2014માં મળી ગયું. પાર્ટીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી મળી શક્યું. તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે નીતિશ કુમારની પાર્ટી અને રામવિલાસ પાસવાનની પાર્ટી જેવી ભાજપની સહયોગી પાર્ટીઓ વિરોધ કરી રહી છે તો તેઓ મંદિરનું નિર્માણ કેવી રીતે કરશે. ભાજપે આ મુદ્દે સ્થિતી સ્પષ્ટ કરવી જોઇએ

(8:50 pm IST)