News of Sunday, 13th January 2019
સિક્કિમ સરકારે દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની યોજના કરી લોન્ચ
પ્રારંભે 11773 લોકોને એપોઈંટ્મેન્ટ લેટર આપયા :ખેડૂતનો લોન પણ માફ કરી દીધી
સિક્કિમ સરકારે એવી એક યોજના શરુ કરી છે જેમાં જો સફળતા મળી તો દેશના બીજા રાજ્યો પણ આ પ્રકારની યોજનાને અમલમાં મુકવા લલચાઈ શકે છે. સિક્કિમના સીએમ પવનકુમાર ચામલિંગાએ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની યોજનાનુ લોન્ચિંગ કર્યુ છે
.આ લાભ એ તમામ પરિવારોને મળશે જેમનો કોઈ પણ સભ્ય હાલમાં સરકારી નોકરીમાં નથી.સાથે સરકારે ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરી છે
ચામલિંગે રોજગાર મેળામાં આ યોજનાનો આરંભ કરીને કુલ 11772 લોકોને સરકારી નોકરીના એપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા.
આ તમામને પાંચ વર્ષ બાદ કાયમી કરી દેવાશે.ચામલિંગે કહ્યુ હતુ કે સરકારમાં ગાર્ડ, માળી, વોર્ડ એટેન્ડેન્ટ, ગ્રામ્ય પોલીસ જેવી વિવિધ 26 પોસ્ટ પર નોકરી અપાઈ રહી છે.
(6:42 pm IST)