મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા :પહાડી વિસ્તારમાં 30.સે,મી,બરફના થર જામ્યા

કુલ્લા સંપર્ક વિહોણુ :કુલ્લુ સિવાય કુફરી, ફાગુ અને નારકંડામાં હિમવર્ષા :તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટશે

હિમાચલ પ્રદેશમાં  ભારે હિમવર્ષા થઈ છે. હિમાચલ પ્રદેશમાં પહાડી વિસ્તારમાં 30 સેમી જેટલા બરફના થર જામ્યા છે. કુલ્લમાં જાન્યુઆરી માસમાં સતત બીજીવાર હિમપાત થયો છે. હિમવર્ષાના કારણે કુલ્લા સંપર્ક વિહોણુ થયુ છે.કુલ્લુ સિવાય કુફરી, ફાગુ અને નારકંડામાં હિમવર્ષા થઈ છે

  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશના મેદાન અને પહાડી વિસ્તારમાં બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડી શકે છે.

  હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં ગાત્રો થિજવતી ઠંડીની શરૂઆત થઈ છે.

 

(5:45 pm IST)