મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

કુંભમેળામાં પહેલીવાર કિન્નર અખાડાને એન્ટ્રી : અલગ શૃગારમાં સજ્જ કિન્નરોની રવાડીએ ચાર ચાંદ લાગવ્યા

કુંભ મેળામાં કિન્નરો માટે અલગ આર્ટ વિલેજનું આયોજન

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમાં 13 અખાડા સિવાય કિન્નરોનો અખાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કિન્નોરોની રવાડીનું આયોજન કરીને ચાર ચાંદ લગાવ્યા હતા  કુંભ મેળામાં પહેલીવાર કિન્નર અખાડને એન્ટ્રી મળી છે. કિન્નરોની એન્ટ્રીએ નાગાને પણ ફીકા પાડ્યા છે. એવુ માનવામાં આવે છે કે, કુંભમાં એ અખાડાનું આધિપત્ય હોય છે. જેમા નાગા સાધુઓની સંખ્યા સૌથી વધારે હોય છે .

   કુંભમાં નાગા સાધુઓની એન્ટ્રી બાદ કુંભની રોનકમાં ચાર ચાંદ લાગે છે. પરંતુ આ વખતે કિન્નર અખાડાએ કુંભમાં એન્ટ્રી કરતા. વિશાળ રવેડી કાઢી હતી. સાધુ સંતોથી અલગ શૃગારમાં રહેલા કિન્નરોએ કુંભ પહેલા આકર્ષણ જમાવ્યુ છે. કુંભ મેળામાં કિન્નરો માટે અલગ આર્ટ વિલેજનું આયોજન કરવામાં આવ્યુ છે.

(5:39 pm IST)