મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

ઇન્ડિયા ગેટ ઉપર એક મહીલાએ પાકીસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા પોલીસે મહિલાની કરી ધરપકડ

         નવી દિલ્હીઃ  ઇન્ડિયા ગેટ પર આજે સવારે ૮ વાગ્યાના સુમારે એક મહીલા  અચાનક પાકીસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ મહીલાને ફરજ પરના સુરક્ષા એજન્સીના જવાનોએ તાત્કાલીક પકડી લઇ દિલ્હીપોલીસના હવાલે કરી છે. આ મહીલાનું નામ સુલ્તાના હોવાનું દિલ્હી પોલીસે જણાવ્યૂં છે. મહિલાની પૂછપરછ કરાઇ રહી છે. દિલ્હી જિલ્લા ડીસીપી મધુર વર્માના  કહેવા મુજબ આ મહીલા માનસીક અસ્થિર અને બીમાર લાગી રહી છે. મહિલાને મેડીકલ તપાસ માટે મોકલી અપાઇ છે જેના રીપોર્ટ આવ્યા બાદ તેને માનસિક સુધાર ગૃહમાં મોકલી અપાશે.

(12:30 pm IST)