મુખ્ય સમાચાર
News of Sunday, 13th January 2019

નિરવ મોદીના PNB કૌભાંડમાં ગુજરાત સરકારને 99 કરોડ રૂ.ના વેની રકમ પણ ફસાઇ : સરકાર નેશનલ લો ટ્રીબ્‍યુનલ યોજવું પડે

નવી દિલ્‍હી : દેશમાં અતિ ચર્ચિત નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ 13 હજાર કરોડના બેંક કૌભાંડમાં સરકારના વેટ પેટે 99 કરોડ પણ ફસાયા છે. આ કૌભાંડી દ્વારા ભાડા પેટે લેવામાં આવેલ પ્રોપર્ટીને ધ્યાનમાં રાખતા સરકારની પાસે પૈસા વસૂલવા માટેનો વિકલ્પ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ હોવા અંગે સૂત્રોએ જણાવ્યું હતું.

જોકે આ કૌભાંડ બાદ કંપનીના ડાયરેક્ટરો વિદેશમાં ભાગી છૂટવામાં સફળ થયા છે. જોકે સરકાર દ્વારા તેમને ભાગેડુ પણ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત ગીતાંજલી જેમ્સ લિં. પાસેથી ટેક્સ પેટે 99 કરોડ, 2 લાખ, 3 હજાર, 959 રૂપિયા લેવાના પણ બાકી છે. જોકે હાલમાં કરવામાં આવેલ સમીક્ષામાં જાણવા મળ્યું કે, 2014 થી 2018 સુધી નિરવ મોદીની કંપની પાસેથી પેનલ્ટી લેવાની નીકળે છે.

આ કૌભાંડી કંપની દ્વારા સુરત સહિતના અન્ય શહેરોમાં શોરૂમ પણ ચલાવવામાં આવતા હતા. જોકે તમામ પ્રોપર્ટી ભાડે હોવાના કારણે કોઇ પણ પ્રોપર્ટીને ટાંચમાં લઇ શકાય તેમ નથી. તેથી હાલમાં સરકાર પાસે એક જ લો ટ્રિબ્યુનલનો વિકલ્પ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. જોકે કાઉન્સીલની સમીક્ષા બાદ કંપનીના ફડચા અધિકારી પાસેથી હાલની કાર્યવાહી અંગેની માહિતી મંગાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ત્યારે બાદ આગળની રણનીતી ઘડવામાં આવશે.

(12:14 pm IST)