મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

કેરળમાં રોબો ગટરમાં સાફસફાઇ કરશે

કોચી તા. ૧૩: શહેરોમાં ગટરની અંદર ઉતરીને સફાઇકામ કરનારા કર્મચારીઓને જીવનું જાખમ રહે છે, કારણ કે ગટરમાં પેદા થતો મિથેન ગેસ સળગલી ઉઠે એવો હોય છે. અને શ્વાસમાં જાય તો માણસનું મોત થાય છે. જાકે હવે કેરળના સફાઇ-કામદારોએ ગટરમાં ઉતરવું નહીં પડે, કારણ કે સરકારે એક એવી સ્ટાર્ટઅપ કંપની સાથે કરાર કર્યો છે જેણે ગટરમાં ઉતારી શકાય એવા રોબો બનાવ્યા છે. આવા રોબોને હાથ-પગથ હશે. અને એના શરીર પર એક સ્પાઇડર વેબ કેમેરા પણ હશે. તેઓ બાલદી લઇને ગટરમાં ઉતરશે અને કેમેરાની મદદથી બહાર રહેલા કામદારો તેને કામ સોંપશે.

(2:45 pm IST)