મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

બિહારના આશ્રમમાં ત્રણ સાધ્વીઓ પર થયો સામૂહિક બળાત્કાર

પટણા તા. ૧૩ : બિહારના નવાડા જિલ્લામાના એક આશ્રમમાં ત્રણ સાધ્વીઓ પર ગેંગરેપની ઘટના બની છે અને આરોપીઓમાં આશ્રમના સંચાલકનો પણ સમાવેશ છે. સંચાલક અને બીજા આરોપી ફરાર છે. ત્રણે સાધ્વીઓ પર ૨૦૧૭ની ચોથી ડિસેમ્બરે સંત કુટિર આશ્રમના સંચાલક તપસ્યાનંદ અને તેમના ૧૨ જેટલા સાથીઓએ બળાત્કાર કર્યો હતો.

તપસ્યાનંદ પર ઉત્તર પ્રદેશના એક આશ્રમમાં પણ બળાત્કાર કર્યાનો આરોપ છે. ત્યાંથી તે ભાગી છુટયો હતો અને સંત કુટિર આશ્રમમાં તેણે આશ્રય લીધો હતો.

સાત-આઠ વર્ષથી તે આ આશ્રમ ચલાવતો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે આશ્રમ પર દરોડો પાડયો હતો, પણ તે ભાગી છુટયો હતો.

(12:52 pm IST)