મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

નર્મદા યોજનામાંથી 15મી માર્ચ સુધી જ ખેડૂતોને પાણી મળશે

મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે નર્મદામાં જળસંગ્રહ ઓછો થતા નિર્ણય

અમદાવાદ ;નર્મદા યોજનામાંથી 15મી માર્ચ સુધી  ખેડૂતોને પાણી મળશે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે  દરવર્ષની તુલનાએ વર્ષે નર્મદામાં જળ સંગ્રહ ઓછો થયો છે જેથી રાજ્ય સરકારે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર કરવા માટે અપીલ કરી છે.
  
નર્મદા કમાન્ડ એરિયામાં આવેલ ડેમમાં ઓછો જળ સંગ્રહ થયો છે.દર વર્ષની સરખામણીમાં 45 ટકા જેટલો ઓછો પાણીનો સંગ્રહ થયો હોવાના કારણે બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવામાં  આવ્યો હતો.જેના કારણે રાજ્યને ફાળવાયેલ પાણીમાં ચાલુ વર્ષે કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 9 મિલિયન એકરફુટ સામે 4.71 મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યુ છે

(12:59 am IST)