મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

જો સુપ્રિમ કોર્ટને બચાવાશે નહિં તો આ દેશમાં લોકશાહી જીવિત નહિં રહે

સુપ્રિમ કોર્ટના નંબર ટુ જસ્ટીસ ચેલમેશ્વર શું કહે છે :દેશની વરિષ્ઠ અદાલતના ૪ ન્યાયાધીશો પૈકીના ચેલમેશ્વરે કહ્યું કે અમે ચારેય એ વાત ઉપર સહમત છીએ કે આ સંસ્થાન (સુપ્રિમ કોર્ટ)ને બચાવી નહિં શકાય તો આ દેશમાં તો શું કોઈપણ દેશમાં લોકશાહી જીવિત નહિં રહી શકે : અમારા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે : અમારી પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો કે અમે દેશને કહી શકીએ કે ન્યાયપાલિકાની દેખભાળ કરે : હું નથી ઈચ્છતો કે ૨૦ વર્ષ પછી દેશનો કોઈપણ બુદ્ધિમાન વ્યકિત એવું કહે કે ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકર અને કુરિયન જોસેફે પોતાની આત્મા વેચી નાખી છે.

(4:04 pm IST)