મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

મહિલાએ ટ્વિટ કરી માંગી મદદઃ કુઆલાલમ્પુરની ઘટના

દીકરાના મૃતદેહ સાથે ફસાયેલી માતાની મદદે આવ્યા સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી તા. ૧૨ : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એકવાર ફરી વિદેશમાં ફસાયેલ ભારતીયની મદદ માટે આગળ આવ્યા છે. સુષ્મા સ્વરાજે એક ભારતીય મહિલાને તેના દીકરાનો મૃતદેહ ભારત લાવવા મદદ કરી છે. આ મહિલા પોતાના દીકરી સાથે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહી હતી. પરંતુ કુઆલાલમ્પુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અચાનક તેના દીકરાનું મોત થયુ હતું. મહિલાએ એક પરિચીતના માધ્યમથી ટ્વિટર પર સુષ્મા સ્વરાજને જાણ કરીને મદદ માંગી હતી.

 

મહિલાના પરિચિતે પોતાની ટ્વિટમાં લખ્યું કે, ડિયર સુષ્મા સ્વરાજ, મારો મિત્ર પોતાની માતાને લઈને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવી રહ્ના હતો. પંરતુ કુઆલાલુમ્પુર એરપોર્ટ પર તેનું અચાનક મોત થયું છે. મારા મિત્રની માતા એરપોર્ટ પર એકલી છે અને કોઈની મદદ લેવામાં અસમર્થ છે. તેથી પ્લીઝ અમારી મદદ કરો, જેથી મારા મિત્રનો મૃતદેહ ભારત લઈ જઈ શકે.

યુવકની ટ્વિટનો જવાબ આપતા સુષ્માએ લખ્યું કે, ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ માતા અને તેમના દીકરાના મૃતદેહને લઈને મલેશિયાથી ચેન્નાઈ આવી રહ્ના છે. સુષ્માએ યુવકની મોત પર શોક વ્યક્ત કર્યું હતું.

મદદ માટે તૈયાર રહેતી સુષ્મા સ્વરાજ વિદેશમાં રહેતા ભારતીયોની મદદ માટે હંમેશા તત્ત્પર રહે છે. ગત દિવસોમાં સુષ્માએ નાઈજીરિયાઈ અધિકારીઓની ધરપકડમાં ફસાયેલા ૪ ભારતીયોને છોડાવ્યા હતા. આ ચાર ભારતીયોમાંથી બે નાગરિકોએ ટ્વિટર દ્વારા સુષ્મા પાસેથી પોતાની મુક્તિની મદદ માંગી હતી. નાઈજીરિયાઈન અધિકારીઓ પાસેથી ભારતીયો છોડાવ્યા બાદ સુષ્માએ કહ્નાં હતું કે, ત્યાં ફસાયેલા લોકોને ભારતીય ઉચ્ચાયુક્તના દખલ બાદ મુક્ત કરાયા હતા.

(2:07 pm IST)