મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

સલમાનખાનને જાનથી મારી નાખવાની ધમકીના કારણે સુરક્ષામાં વધારો

પોતાના શિડયુલ વિશે કોઇ પ્રકારની જાણકારી શેર નહી કરવા સલમાનને પોલીસની સલાહ

મુંબઈ : ફીલ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીના કારણે તેની સુરક્ષામાં વધારો કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ થોડાં દિવસો પહેલાં તેને મારી નાખવાની ધમકી આપી હતી. એક હેવાલ મુજબ સલમાન ખાન 'રેસ-૩'નું શૂટિંગ કરી રહ્યો હતો તે સમયે હથિયારબંધ પોલીસકર્મીઓ સેટ પર પહોંચી ગયા.પોલીસે સલમાનને જણાવ્યું કે, કોઇ વ્યકિત હથિયાર લઇને અહીં આવી રહ્યો છે. સલમાનને આ સ્થળેથી સુરક્ષિત બહાર કાઢીને તેને ઘરે લઇ જવામાં આવ્યો હતો પોલીસે સલમાનને સલાહ આપી છે કે, તે પોતાના શિડ્યુલ વિશે કોઇ પ્રકારની જાણકારી શેર ના કરે.

(11:38 am IST)