મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

સ્વામી વિવેકાનંદજીની ૧૫૫મી જન્મજયંતિઃ દેશભરમાં યુવા દિવસ તરીકે ઉજવણી

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

કોલકતામાં ૧૨ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ જન્મેલ સ્વામી વિવેકાનંદજીએ ધર્મને વિજ્ઞાનની નજરે જોવાની દૃષ્ટિ આપેલ : આધુનિક ભારતના પાયાના પથ્થર સ્વામીજીએ વિશ્વમાં હિન્દુ ધર્મને માટે નવી પરિભાષા આપેલ. તેમણે સંસારને ભારતીય દર્શન અને વેદોના પાઠ ભણાવ્યા : હાલના વિશ્વમાં તણાવભર્યા માહોલ માટે સ્વામીજીનો શાંતિ અને ભાઈચારાનો સંદેશ ખૂબ જ ઉપયોગી છે, માત્ર ૩૯ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર સ્વામી વિવેકાનંદ યુવાઓ માટે હંમેશા પ્રેરણા બની રહ્યા છે. તેમના માનમાં ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

(11:37 am IST)