મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ઉત્તર પ્રદેશના શૌચાલયો હવે ભગવા રંગે રંગાયાં

લખનૌ તા. ૧રઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનો પ્રિય રંગ ભગવો છે એ લગભગ બધા જ જાણે છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં યોગીને ખુશ કરવા માટે ઇટાવાની એક ગ્રામ પંચાયતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામનાં શૌચાલયોને ભગવા રંગથી રંગી નાખ્યાં છે. ગામના લોકોને આશા છે કે તેમના ભગવા રંગ પ્રત્યેના પ્રેમને જોઇને ખુશ થઇ રાજય સરકાર ગામમાં વધુ વિકાસકાર્યો હાથ ધરશે. સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો, જેનો કોઇએ વિરોધ નહોતો કર્યો.

પત્રકારો સાથે વાણ કરતાં ગ્રામપ્રધાને જણાવ્યું હતું કે 'ગામમાંનાં કુલ ૩પ૦માંથી ૧૦૦ શૌચાલયોને ભગવા રંગે રંગવામાં આવ્યાં છે. અને બાકીના પણ ટૂંક સમયમાં રંગવામાં આવશે. જોકે શૌચાલયોને ભગવા રંગે રંગવા માટે તેમના પર કોઇએ દબાણ નથી કર્યું. આ એક સર્વાનુમતે લેવામાં આવેલો નિર્ણય છે.'

અહીં એ જણાવવાું જરૂરી છે કે પાંચ જાન્યુઆરીએ લખનઉમાં વિધાનસભા નજીક આવેલા હજ હાઉસની દીવાલો ભગવા રંગે રંગવામાં આવી હતી, જે બદલ વિરોધ પક્ષોએ ટીકા કરી હતી.

(11:34 am IST)