મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

સિગારેટ આપવાની ના કેમ પાડી ? : લંડનમાં ૧૬ વર્ષીય સગીર કિશોરને સિગારેટ આપવાનીના પાડતા ગુજરાતી વેપારી વિજય પટેલની હત્‍યા : હુમલાખોર કિશોરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો

લંડન : યુ.કે. લંડનમાં સગીર વયના કિશોરને સિગારેટ આપવાની ના પાડતા ભારતીય મૂળના ગુજરાતી દુકાનદાર શ્રી વિજય પટેલ ઉપર ઉશ્‍કેરાયેલા કિશોરે હુમલો કરી હત્‍યા કરી નાખ્‍યાનો ચોંકાવનારો બનાવ પામ્‍યો છે.

હુમલાથી ઇજા પામેલા શ્રી વિજયને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તેમને થયેલી ગંભીર ઇજાના કારણે તે બચી શકયા નહોતા. પરિવારજનોએ હુમલાખોરની તસ્‍વીર જાહેર કરતા તેના આધારે ૧૬ વર્ષીય કિશોરની ધરપકડ કરાઇ હતી. તથા બાદમાં તેને કોર્ટમાં રજુ કરાયો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:10 pm IST)