નવદંપતી ઈશા અને આનંદના લગ્નની યાદગાર તસવીરો બહાર આવી લગ્ન મંડપમાંશાહી અંદાજ
મુંબઈ :દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાનીના લગ્નની તૈયારી સવારથી જ એન્ટિલિયામાં ચાલી રહી હતી. દેશની નામી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. જુઓ લગ્ન મંડપમાં ઈશા અને આનંદનો કંઈક ઓર હતો
.મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન મુંબઈ સ્થિત તેમના ઘર એન્ટિલિયામાં થઈ રહ્યા છે. સવારથી જ દેશ-વિદેશના મહેમાનો આવી પહોંચ્યા છે. હાલમાં જ લગ્નના કેટલાટ ફોટોગ્રાફ સામે આવ્યા છે. જેમાં ઈશાના ભાઈ અનંત અને આકાશ દેખાઈ રહ્યા છે
સામાન્ય રીતે લગ્નમાં વરરાજાને ઘોડા પર જોવામાં આવે છે પરંતુ ઈશાના લગ્નમાં તેના ભાઈઓએ ઘોડા પર બેસીને એન્ટ્રી કરી હતી
આકાશ અને અનંત બંને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ સાથે તેમના પરિવારજનો પણ દેખાઈ રહ્યા છે
ઈશા અંબાણીની માતા નીતા અંબાણીનો આ ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે
ચશ્મા લગાવીને અનંત અંબાણી પોતાનો અંદાજ રજૂ કરી રહ્યો છે.
આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે કંઈક આ અંદાજમાં ઈશા અંબાણીના લગ્નમાં જોવ મળ્યો.દીકરી શ્વેતા સાથે અમિતાભ બચ્ચન પણ એન્ટિલાય પહોંચ્યા છે.