મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ભારતના મૂખ્ય ન્યાયાધીશની કચેરી આરટીઆઇના કાર્યક્ષેત્ર હેઠળ આવે કે નહી ? સુપ્રિમ કોર્ટ દ્વારા કાલે નિર્ણયની શકયતા

નવી દિલ્હી તા. ૧૧ : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની કચેરી આરટીઆઇના કાર્યક્ષેત્રમાં આવે કે નહીં તે અંગેનો નિર્ણય બુધવારે આવી શકે છે બંધારણીય બેંચે એપ્રિલમાં કેસની સુનાવણી કર્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. આરટીઆઇના કાર્યક્ષેત્રમાં ન્યાયાધીશોની કામગીરી લાવવાની સૌથી મોટી દલીલ એવી રહી છે.કે  તે લોકોમાં ન્યાયતંત્રની વિશ્વસનીયતા વધારશે અને સિસ્ટમમાં વધુ પારદર્શિતા લાવશે.

સીઆઇસીએ તેના આદેશમાં કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફીસ આરટીઆઇના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે ર૦૧૦માં સુપ્રીમ કોર્ટરજિસ્ટ્રી દ્વારા સીઆઇસીઅને હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ સીઆઇસીના આદેશને સમર્થન આપતી સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો છે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટેમુકયો હતો અને કેસને બંધારણીય બેંચ સમક્ષ મોકલ્યો હતો.

વરિષ્ઠ વકીલ પ્રશાતં ભુષણ, આ કેસમા દલીલ કરી ચુકયા હતા કે માહીતીના અધિકાર હેઠળ ન્યાયધીશોની કામગીરી જાહેર ક્ષેત્રનીં અંદર આવવી જોઇએ. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ માટે કોલેજિયમના અન્ય ન્યાયધીશો ઉત્તમ કામગીરી કે છે, પરંતુ આ માહીતી જાહેર કરવી જોઇએ.

આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસેે કહ્યું હતું કે, કોઇપણ સિસ્ટમમાં અસ્પષ્ટતા ઇચ્છતો નથી. કોઇ અંધારામાં કામ માંગતો નથી અને કોઇપણ વ્યકિતને અંધારામાં રાખવા માંગતો નથી. આ નિર્ણય જોકે અનામત છે.

(4:36 pm IST)