મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

દેવગૌડાએ કોંગ્રેસને આપી સલાહઃ ટેકો આપો તો શિવસેનાને પાંચ વર્ષ સખળ-ડખળ ન કરતા

ઉધ્ધવે ભાજપાને શિખવાડયો છે સબક, બાલા સાહેબે જ મહારાષ્ટ્રમાં સ્થાન આપ્યું હતું

મુંબઇ,તા.૧૨: મહારાષ્ટ્રમાં સરકારની રચના બાબતે શિવસેના અને એનસીપી એક સાથે આવી ગયા છે. જો કે કોંગ્રેસ હજી લીલી ઝંડી બતાડવાની બાકી છે. ત્યાંથી રસ્તો યર થકલીયા પછી રાજ્યમાં નવી સરકારની રચના થઇ પછી રાજ્યમાં નવી સરકારની રચના થઇ શકશે. આ દરમ્યાન જે.ડી.એસ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાએ કોંગ્રેસને એક સલાહ આપી છે.

સમાચાર એજન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર દેવગૌડાએ કહ્યું છે કે જો કોંગ્રેસ શિવસેનાને ટેકો આપે તો તેને ૫ વર્ષ સુધી જરાય હેરાન ન કરવી જોઇએ. તો જ લોકો કોંગ્રેસ પર વિશ્વાસ મુકશે.

તેમણે ભાજપા પર હુમલો કરતા કહ્યું કે બાબાસાહેબ મહારાષ્ટ્રમાં ભાજપાને જગ્યા આપી હતી. અડવાણી અને વાજપેયી માંગણી કરી હતી. હવે ભાજપાએ સ્થિતી ઉલ્ટાવી નાખી છે. એટલે જ ઉધ્ધવ ઠાકરેએ ભાજપને સબક શિખવવા આ નિર્ણય કર્યો છે. હવે કોંગ્રેસ અને એનસીપીએ મળીને ભાજપાને હટાવવો જોઇએ.

(3:20 pm IST)