News of Tuesday, 12th November 2019
Ph.D.કરવા ભારત રોકાયેલી સ્ટુડન્ટનું બ્રિટનનું નાગરિકત્વ રદ : સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તથા એક્ટિવિસ્ટએ બ્રિટન હોમ ડિપાર્ટમેન્ટ સમક્ષ સહી ઝુંબેશ ચલાવી રજુઆત કરી
લંડન : બ્રિટન સ્થિત ભારતીય મૂળની યુવતી ડો.આશીયા ઇસ્લામનું નાગરિકત્વ રદ કરી દેવાયું છે.જેના કારણમાં જણાવાયા મુજબ તે દેશ બહાર લાંબા સમય માટે રોકાઈ ગઈ હતી.યુવતીએ આધાર પુરાવા રજૂ કરી પોતે Ph.D.કરવા દિલ્હી રોકાઈ ગઈ હતી.તેમ જણાવ્યું હતું પરંતુ હોમ ડિપાર્ટમેન્ટએ તેની વાત ધ્યાને લીધી નહોતી જેના પરિણામે સેંકડો સ્ટુડન્ટ્સ,શિક્ષણવિદ તેમજ એક્ટિવિસ્ટ્સએ સહીઓ કરી આવેદનપત્ર આપી ફેર વિચારણા કરવા રજુઆત કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:38 pm IST)