મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

NCP-સેના વચ્‍ચે પ૦-પ૦%ની સમજૂતી શકય ધાર્યુ પવારનું થશે? મહારાષ્‍ટ્રમાં સત્તાનું નવુ સમીકરણ

કોંગ્રેસ બહારથી ટેકો આપશે

મુંબઇ તા. ૧ર :  મહારાષ્‍ટ્રના રાજકારણમાં છેલ્લા ૪૮ કલાકમાં જે પ્રકારની ટવીટસ અને ટર્ન આવી રહ્યા છે એ દેશના રાજકારણની ખરી તાસીર પ્રસ્‍તુત કરે છે. તમામ રાજકીય ઉથલપાથલ વચ્‍ચે આધારભુત સુત્રોનું કહેવું છે કે મહારાષ્‍ટ્રના રાજકારણમાં સત્તાના નવા સમીકરણ રચાવાની પુરી સંભાવના છે. જે ફોર્મ્‍યુલાને લઇને શિવસેનાએ બીજેપી સાથેનો વર્ષાજુનો સંબંધ એકઝાટકે તોડી નાખ્‍યો એ જ ફોર્મ્‍યુલા એટલે કે સત્તામાં પ૦-પ૦ ટકાની ભાગીદારી જો એનસીપી સ્‍વીકારવા તૈયાર થાય તો સેનાનો સાથ લઇને એનસીપી આજ સાંજ સુધીમાં સરકાર રચવાનો દાવો રાજયપાલ સમક્ષ કરી શકે છે. જો એનસીપી સરકાર રચે તો કોંગ્રેસને બહારથી ટેકો આપવામાં પણ કોઇ સૈધ્‍ધાંતિક વિરોધ નડશે નહીં એમ સુત્રોનું કહેવું છે.

બીજેપી દ્વારા સરકાર રચવા વિશેની ક્ષમતા ન હોવાનું જણાવાયા બાદ જયારે રાજયપાલ ભગતસિંહ કોશ્‍યાઅીએ શિવસેનાન સરકાર રચવા માટેનું આમંત્રણ  આપ્‍યું ત્‍યારે એવું લાગી રહ્યું હતું કે ઉધ્‍ધવ ઠાકરેની મનષા છેવટે પુરી થશે. પવાર અને સોનિયા ગાંધી સમર્થન આપશે એની ખાતરી  જાણે તાંબાના પતરા પર લખાઇને મળી ગઇ હોય એમ શિવસેનાએ કેન્‍દ્રની એનડીએ સાથે છેડો ફાડી નાખ્‍યો, વિનોદ સાવંત પાસે કેન્‍દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામુ અપાવી દીધુ. પરંતુ સોમવારે સાંજે સાડા સાત વાગ્‍યા પછી સેનાની જે સ્‍થિતી થઇ એ અત્‍યંત હાસ્‍યાસ્‍પદ હતી. ગુજરાતી ભાષાની અનેક કહેવતો એક સાથે લાગુ કરી શકાય એવી સિધ્‍ધિ શિવસેનાએ પ્રાપ્ત કરી લીધી સૈધ્‍ધાંતીક વિરોધ નડશે નહીં એમ સુત્રોનું કહેવું છે.

બીજેપી દ્વારા સરકાર રચવા વિશેની ક્ષમતા ન હોવાનું જણાવાયા બાદ જયારે રાજયપાલ ભગતસિંહ કોશ્‍યારીએ શિવસેનાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્‍યું ત્‍યારે  એવું લાગી રહ્યું હતું કે ઉધ્‍ધવ ઠાકરેની મનષા છેવટે પુરી થશે. પવાર અને સોનિયા ગાંધી સમર્થન આપશે. એની ખાતરી જાણે તાંબાના પતરા પર લખાઇને મળી ગઇ હોય એમ શિવસેનાએ કેન્‍દ્રની એનડીએ સાથે છેડો ફાડી નાખ્‍યો, વિનોદ સાવંત પાસે કેન્‍દ્રીય પ્રધાન મંડળમાંથી રાજીનામુ અપાવી દીધું. પરંતુ સોમવારે સાંજે સાડા સાત વાગ્‍યા પછી સેનાની જે સ્‍થિતિ થઇ એ અત્‍યંત હાસ્‍યાસ્‍પદ હતી. ગુજરાતી ભાષાની અનેક કહેવાતો એક સાથે લાગુ કરી શકાય એવી સિધ્‍ધિ શિવસેનાએ પ્રાપ્ત કરી લીધી. ઉદાહરણ જોવાં હોય તો ન ઘરના ન ઘાટના, મોઢા સુધી આવેલો કોળિયો અટકી  ગયો, ગોળો ને ગોફણ બન્ને ગયા, બાવાનું બેઉ બગડયા વગેરે હવે રાજયપાલે સરકાર બનાવવાની ઓફર એનસીપીને કરીને ગેમ ઓન કરી દીધી છે ત્‍યારે સવાલ એ થાય છે કે ‘હવે શું થશે'.

જવાબ એ છે, ‘એ જ થશે જે શરદ પવાર ઇચ્‍છશે.' શરદ પવારે ફરી એક વાર એ સાબીત કરી દીધું કે દેશના રાજકારણમાં આજે પણ તેમનો કોઇ જોટો નથી. અત્‍યંત આધારભુત સુત્રોનું કહેવું છે કે આ આખી ગેમ સેટ કરનાર શરદ પવાર છે.

(12:24 pm IST)