મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ભારતમાં ચોમાસુ મોડુ બેસતા ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ લાગી

ઓસ્ટ્રેલીયાના હવામાન શાસ્ત્રીઓનો દાવો : ભારતમાં હજુ અનેક ભાગોમાં વરસાદ ચાલુ હોય તેના શુષ્ક પવનો ઓસ્ટ્રેલીમાં ફૂંકાય છે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલીયાના જંગલોમાં ભીષણ આગથી ત્રણ લોકોના મોત થયા છે. એક ઓસ્ટ્રેલીયાના વિશેષજ્ઞએ દાવો કર્યો છે કે આ જંગલોમાં લાગેલી આગનું કારણ ભારતમાં ચોમાસુ મોડુ બેઠુ તેના લીધે છે. ઉલ્લેખનિય છે કે જંગલોમાં આગ લાગ્યા બાદ હજારો લોકોએ પોતાના ઘર છોડવા પડયા હતા.

મેલબોર્ન વિશ્વ વિદ્યાલય સાથે જોડાયેલા ટ્રેન્ટ પેનહેમે કહ્યું કે આ વખતે ભારતમાં વરસાદ મોડો શરૂ થયો અને હજુ પણ દેશના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. જયારે એશિયામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ જુન અને સપ્ટેમ્બર વચ્ચે પુરૂ થઈ જાય છે. ત્યારબાદ તેના પવનો દક્ષિણ તરફ આગળ વધતા હોય છે. ભારતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. આમ છતાં હજુ અનેક ભાગોમાં વરસાદ ચાલુ હોય ઓસ્ટ્રેલીયામાં સારો વરસાદ થયો નથી.

વૈશ્વિક ઘટનાના પગલે ઓસ્ટ્રેલીયામાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. પૂર્વીય વિસ્તારોમાં ફૂંકાતા સુકા પવનના લીધે આગના બનાવો વધી ગયા હોવાનું જણાવ્યું હતું.

(12:15 pm IST)