મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

પૂર્વ પીએમ-કોંગ્રેસના નેતા ડો, મનમોહન સિંહને રાજ્યસભામાં અગત્યની સમિતિમાં સ્થાન અપાયું

સભાપતિ વેંકૈયા નાયડૂએ દિગ્વિજયસિંહના સ્થાને નિયુક્ત કર્યા દિગ્વિજય સિંહનનો અન્ય સમિતિમાં સમાવેશ

 

નવી દિલ્હી: રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ પૂર્વ વડાપ્રધાન અને દિગ્જજ કોંગ્રેસી નેતા ડો.મનમોહન સિંહને નાણાકીય બાબતોની સ્થાઈ સંસદિય સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. મનમોહન સિંહ તેમની પાર્ટીના નેતા દિગ્વિજય સિંહની જગ્યાએ પદભાર સંભાળશે

  . જોકે, દિગ્વિજય સિંહને શહેરી વિકાસ બાબતોની સંસદિય સ્થાઈ સમિતિ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સભા દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જાણકારી આપવામાં આવી છે

એક અંગ્રેજી સમાચારપત્રએ સુત્રોના હવાલેથી માહિતી આપતા કહ્યું કે, દિગ્વિજય સિંહએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સ્થાન આપવા માટે નાણાકીય બાબતોની સ્થાઈ સંસદીય સમિતિમાંથી રાજીનામું આપી દીધુ. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991થી 1996 વચ્ચે દેશના નાણામંત્રી રહેલા ડો. સિંહે વર્ષે જૂનમાં રાજ્યસભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા સુધી સપ્ટેમ્બર 2014થી મે 2019 સુધી સંસદીય સમિતિના સભ્ય રહ્યા. વર્ષે ઓગસ્ટમાં મનમોહન સિંહ ફરી એક વખત રાજ્ય સભા સાંસદ માટે નિયુક્ત થયાં. તેમના છેલ્લા કાર્યકાળમાં સમિતિમાં નોટબંધી અને વિચાર વિમર્શ માટે જીએસટી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. દરમ્યાન પૂર્વ પીએમ મનમોહન સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. .

 

(11:24 pm IST)