મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

એકસલન્સ ઇન સાયન્સ, મેથેમેટીકસ, એન્ડ એન્જીનીયરીંગ મેન્ટોરીંગ એવોર્ડઃ અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા અપાતા એવોર્ડ માટે ૩ ઇન્ડિયન અમેરિકનની પસંદગી

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એકસલન્સ ઇન સાયન્સ, મેથેમેટીકસ, એન્ડ એન્જીનીયરીંગ મેન્ટોરીંગ એવોર્ડ માટે પસંદ કરેલા લોકોમાં ૩ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન હાંસલ કર્યુ છે.

યુ.એસ.ના તમામ ૫૦ સ્ટેટમાંથી પસંદ થયેલા ઉપરોકત એવોર્ડ વિજેતાઓમાં સ્થાન મેળવનાર ૩ ઇન્ડિયન અમેરિકનમાં પ્રોફેસર જમ્બુર વિશ્વનાથ સુશ્રી પ્રિયા નટરાજન તથા શ્રી સલિલ દેસાઇનો સમાવેશ થાય છે.

જે પૈકી શ્રી વિશ્વનાથ યુનિવર્સિટી ઓફ નોર્થ ટેકસાસ, સુશ્રી નટરાજન કાસ્કો બે હાઇસ્કૂલ, મૈને, તથા શ્રી દેસાઇ નોર્થ કેરોલિના એગ્રિકલ્ચર એન્ડ ટેકનીકલ સ્ટેટ યુનિવર્સિટીમાં સેવાઓ આપે છે.

(7:11 pm IST)