News of Monday, 12th November 2018
કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મુદત સરકાર કદાચ પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરશે
નવી દિલ્હી :સરકાર ગ્રેચ્યુઈટી ક્લેઈમ કરવા માટે નોકરીના પીરિયડની મુદતને ઘટાડવા માટેના એક પ્રસ્તાવને આ વર્ષના અંત સુધીમાં સ્વીકારે એવી ધારણા છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972માં સુધારો કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.
દરમિયાન એમાં એવી માગણી કરવામાં આવી છે કે ગ્રેચ્યુઈટી મેળવવાની પાત્રતા, જે હાલ પાંચ વર્ષની છે તે ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવે
(8:28 pm IST)