મુખ્ય સમાચાર
News of Saturday, 12th October 2019

પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને ભેટ આપી તંજાવુરનું પેઇન્ટીંગ-નચિયારકોઇલ દીપ

બંને ગીફટનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે

નવી દિલ્હી, તા.૧૨: બે દિવસની ભારત યાત્રા પર ભારત પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ચેન્નઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને વિશેષ રુપથી બે ખાસ ભેટ આપી હતી. જેમાં એક ડાન્સિંગ સરસ્વતીનું તંજાવુર પેઇન્ટિંગ અને બ્રાંચેડ અન્નમ લૈંપ સામેલ છે. આ બંનેની સુંદરતા અને વિશેષતાઓ તેમને ખાસ કિંમતી બનાવે છે.

બ્રાંચેડ એન્નમ લૈંપ ૧૦૮ કિગ્રા વજનનો છે અને લાકડા પર બનેલ આ ખાસ પેઇન્ટિંગ ત્રણ ફૂટ ઉંચી અને ચાર ફૂટ પહોળી છે. આ સિવાય તેની ખાસિયત છે કે તે તમિલ વાસ્તુકલાના બેજોડ નમૂનાનું ઉદાહરણ છે. તમને બતાવી રહ્યા છીએ આ બે ગિફટ વિશે, જે પીએમ મોદીએ શી જિનપિંગને આપી છે.

આ લૈંપને તમિલનાડુમાં નચિયારકોઇલમાં પાતેર નામનો સમુદાય બનાવે છે. આ સમુદાય નાગરકોઇલથી ચાલીને પહેલા કુંભકોનમ આવ્યા હતા અને પોતાનું નિવાસ નચિયારકોઇલમાં બનાવ્યું હતું. લૈંપ માટે કાવેરીના હલ્કા ગ્રે રંગનો બાલુ પણ મળ્યો છે. જે લૈંપમાં નાખવામાં કામ આવે છે.

આ લૈંપને આઠ સિદ્ઘહસ્ત શિલ્પકારોએ તૈયાર કર્યો છે. જેને તાંબામાથી બનાવવામાં આવ્યો છે. જેના ઉપર સોનાની પરત ચડાવવામાં આવી છે. આ લૈંપ ૬ ફૂટ લાંબો છે. તેનું વજન ૧૦૮ કીગ્રા છે. આ બનાવવામાં ૧૨ શિલ્પિઓને ૧૨ દિવસ લાગ્યા હતા. પીએમ મોદીએ ખાસ રીતે જિનપિંગને આપવા માટે બનાવ્યો છે. આનાથી ત્રણ ગણા નાના આકારના લૈંપની કિંમત લગભગ ૧ લાખ રુપિયા છે.

તંજાવુર પેઇન્ટિંગને પલગઇ પદમના નામથી ઓળખવામાં આવે છે. આ પેઇન્ટિંગ લાડકા પર બનાવવામાં આવે છે. તેને તંજાવુરમાં બનાવવાના કારણે તેને આ નામ મળ્યું છે.૧૬મી અને ૧૮મી સદીથી તેની સફર શરુ થઈ હતી અને નાયક અને મરાઠા રાજાઓના શાસનકાળમાં તેનો દ્યણો વિકાસ થયો હતો. તેને ઘ ણું પવિત્ર માનવામાં આવે છે. તેને રાજુલ અને નાયડુ સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. લાડકા પર બનાવેલી પેઇન્ટિંગ ૩ ફૂટ ઉંચી, ચાર ફૂટ પહોંળી છે. જેને બનાવવામાં ૪૫ દિવસ લાગ્યા હતા.

(3:53 pm IST)