મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

અમેરિકામાં વાવાઝોડા માઈકલે મચાવી તબાહી: 7 લોકોના મોત:280 લાપતા

અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલા માઈકલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં વાવાઝોડાને લીધે અનેક મકાનો અને સડકો પર પૂરના પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ મેક્સિકો કોસ્ટમાં અનેક વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વાવાઝોડાના લીધે અત્યાર સુધીમાં 7 લોકોના મોત નીપજ્યા છે. તેમજ 280 લોકો ગુમ થયા છે.

(11:16 pm IST)