મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

મુંબઈઃ સર્વર હેક કરી બેંકમાંથી હેકર્સે ઉપાડ્યા 143 કરોડ : ભારત બહાર ઘણાં ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

મુંબઈમાં નરીમન પોઈન્ટ પર આવેલી સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાંથી હેકર્સે 143 કરોડ રૂપિયા ઉડાપી લીધા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. 5 ઓક્ટોબરે નોંધાયેલી ફરિયાદમાં જાણવા મળ્યુ છે કે, હેકરોએ બેંકના સર્વરને હેક કરી તમામના એકાઉન્ટ્સ સુધી પહોંચ્યા હતા. તેમજ ભારત બહાર ઘણાં ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.  

(10:57 pm IST)