મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

તામિલનાડુના ત્રીચીમાં દુબઇ જતી ફ્લાઇટનો નીચેનો ભાગ અેટીઅેસ કમ્‍પાઉન્‍ડની દિવાલ સાથે અથડાતા વિમાનને નુકસાનઃ ૧૩૬ યાત્રિકોનો બચાવ

ત્રીચીઃ તમિળનાડુના ત્રીચીમાં ગુરુવારે એરપોર્ટ પર એક મોટી ઘટનામાં મોટી જાનહાનિ થતા બચી ગઇ હતી. ત્રીચીથી દુબઈ જતી એક ફ્લાઈટનો નીચેનો ભાગ એટીએસ કંમ્પાઉન્ડની દિવાલ સાથે અથડાતા વિમાનને નુકસાન થયું હતું. જ્યારે વિમાનમાં બેઠેલા 136 યાત્રીઓનો બચાવ થયો છે. થોડી વાર બાદ ફ્લાઈટને મુંબઈ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ફ્લાઈટમાં બેઠેલા કોઇ વ્યક્તિને કોઇ પ્રકારની ઈજા થઈ નથી.

મોડી રાત્રે એરપોર્ટ પર દુર્ઘટના

મીડિયા રીપોર્ટ અનુસાર ત્રીચીમાં મોડી રાત્રે એરપર્ટ પર દુર્ઘટના બની હતી. જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું વ્હીલ દિવાલ સાથે અથડાયું હતું જેના કારણે ફ્લાઈટનો નીચેના ભાગમાં ભારે નુકસાન થયું હતું. પછીથી તાપસ કરતા વિમાનની નીચેનો ભાગ ઊડાન માટે યોગ્ય હતો. ત્યાર બાદ ફ્લાઈટ મુંબઈ માટે રવાના કરવામાં આવી હતી.

તમામ મસાફરો સુરક્ષિત

ઘટના બાદ મુંબઇ એર ઈન્ડિયાએ પણ નિવેદન આપ્યું હતું કે, વિમાનની યોગ્ય અને આંતરિક તપાસ કરાવવામાં આવશે. વિમાન એજન્સીએ ડીજીસીએને વિશે જાણ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર તમામ મુસાફરોને સુરક્ષિત ઊતારી દીઘા બાદ બીજી ફ્લાઈટ મારફતે દુબઈ રવાના કરવામાં આવ્યા.

(6:18 pm IST)