મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

આફ્રિકાના મલાવીમાં બે ગુજરાતી યુવાનોના ડૂબી જતા કરૂણમોત :આણંદ અને કપડવંજમાં પરિવારજનોમાં શોકની લાગણી

મૃતક અંશુ પટેલ 25 દિવસ પહેલાજ ગયો હતો : બંને નંત્યાબે ના લેક માં ડુબી જતા મોત

આફ્રિકાના મલાવીમાં બે ગુજરાતી યુવકો ડુબી જવાના કારણે મોતને ભેટ્યા છે બે ગુજરાતી યુવકોના મોતના સમાચાર મળતા જ ગુજરાતમાં રહેલા બંને યુવકોના પરિવારમાં શોકની લાગણી છવાઇ હતી.


મળતી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ અને કપડવંજના બે ગુજરાતી યુવકો આફ્રિકાન દેશમાં આવેલા મલાવીમાં આવેલી નંત્યા બેના લેકમાં ડૂબ્યા હતા. જેના પગેલ બંને યુવકો મોતને ભેટ્યાં હતા. પરિવારને આ અંગે જાણ થતાં આણંદ અને કપડવંજમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ હતી.

(6:03 pm IST)