મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

પેટ્રોલ-ડિઝલના ભાવ કંટ્રોલ બહારઃ મોદી ચિંતામાં: બોલાવી હાઇલેવલ મિટીંગઃ ઇમ્પોર્ટ ઘટાડવા નિર્ણય ?

કેન્દ્ર સરકારે ર-પ૦ રૂપિયા પ્રતિ લીટર ઘટાડયા બાદ પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે

નવી દિલ્હી તા.૧ર : પેટ્રોલ-ડિઝલની કિંમતોના ઘટાડા બાદ ફરી વધારો અને ઇરાનમાંથી ઓઇલ આયાત અંગે અમેરીકી ધમકી વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઓઇલ સેકટરની મહત્વની બેઠક ચાલી રહી છે. તેમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન પર હાજર છે. મોટો પ્રશ્નએ છે કે શું સરકાર પાંચ રાજયોમા વિધાનસભા ચૂંટણીના થોડા સમય પહેલા પેટ્રોલ-ડિઝલ અંગે કોઇ નિર્ણય કરી શકે છે ? જાણકારોનું કહેવું છે કે કિમતો અંગે કોઇ નિર્ણય થવાની શકયતા ઓછી છે કારણ કે આચર સંહિતા લાગુ થવા અને નાણાંકીય સ્થિતિના કારણે સરકાર હાથ બંધાયેલા છે ઇરાનમાંથી તેલની ખરીદદારી  અને અમેરીકી ધમકી અંગે મંથન હોય શક છે.

ઉલ્લેખનીય છે કે ક્રુડ ઓઇલની મોંઘવારી અંગે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયા છે. અઢી રૂપિયાના ઘટાડા છતાય વધુ પડતા રાજકોટમાં પેટ્રોલ ૮૦ રૂપિયા પ્રતિલિટરની ઉપર વેચાય રહ્યું છે થોડાક સમય પહેલા કેન્દ્ર સરકારે એકસાઇઝ ડયુટીમાં ૧.પ૦ રૂપિયાનો ઘટાડો કર્યો તો તેલ કંપનીઓને પણ પ્રતિલિટર ૧ રૂપિયો ઓછો લેવાનું કહેવામાં આવ્યું છે ત્યારબાદ અનેક રાજયોએ પણ વેટમાં ઘટાડો કરીને ગ્રાહકોને કેટલીક રાહત આપી છે.

ગ્રાહકોને ભલે તાત્કાલીક કોઇ રાહત મળી હોય પરંતુ તેલ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે નાણામંત્રી અરૂણ જેટલી અને પેટ્રોલીયમ ધમેન્દ્ર પ્રધાનએ સ્પષ્ટ કરી ચુકયા છે કે પેટ્રોલિયમ બજારના નિયંત્રણમાં જ રહેશે અને સરકાર જુની વ્યવસ્થા બીજીવાર બહાલ  કરશે નહી.

બીજીબાજુ અમેરીકી પ્રતિબંધોના કારણે ઇરાનમાંથી તેલ ખરીદદારી અંગે પણ સંકટ પેદા થઇ ચુકયું છે જો ે કે પેટ્રોલીયમ મંત્રીએ કહ્યું છે કે ભારત તેના હિતોને ધ્યાનમાં રાખીને ઇરાન પાસેથી તેલ ખરીદતું રહેશે પરંતુ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપે એકવાર ધમકી આપી છે.

(4:33 pm IST)