મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

આગામી ૪૮ કલાક વિશ્વભરના ઇન્ટરનેટ સેવા ઠપ થઇ શકે

મુખ્ય ડોમેન સર્વરના મેન્ટેનન્સની કામગીરીને પગલે સેવા પ્રભાવિત થશે

નવી દિલ્હી તા. ૧૨ : આગામી ૪૮ કલાક સુધી વિશ્વવભરમાં ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ શકે છે તેમજ ઠપ થવાની શકયતા છે. મુખ્ય ડોમેન સર્વરની જાળવણી માટે રૂટિન મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ શકે છે તેમ ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ એસાઈન્ડ નેમ્સ એન્ડ નંબર્સ (ICANN)એ જણાવ્યું હતું.

મુખ્ય ડોમેન સર્વરના મેન્ટેનન્સની કામગીરીને પગલે વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટ નેટવર્ક કનેકશન ફેલ થવાની તેમજ સેવા ઠપ થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ જાળવણી માટે મુખ્ય સર્વર અને તેને સંલગ્ન માળખું બંધ રહેશે પરિણામ સેવા પ્રભાવિત થશે.ઙ્ગ ઙ્ગઙ્ગ

ICANN આ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરશે જેમાં ઈન્ટરનેટ એડ્રેસ બૂક અર્થાત ડોમેન નેમ સિસ્ટમ (DNS)ને સુરક્ષિત રાખતી ક્રિપ્ટોગ્રાફિક કીને બદલવાની કામગીરી કરશે. તાજેતરમાં વધી રહેલા સાયબર હુમલાને પગલે આ જરૂરી બન્યું હતું.આગામી સમયમાં વધુ સુરક્ષિત અને સ્થિર ઈન્ટરનેટ સેવા બદલ ડીએનએસ મેન્ટેનન્સ અનિવાર્ય હોવાનું કમ્યૂનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું.

જો તમારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે (ISP) આ માટે પૂર્વ તૈયારી નહીં કરી હોય તો તમારી નેટ સેવા પ્રભાવિત થઈ શકે. આઉટડેટેડ ISPના ઉપયોગ બદલ સેવા પ્રભાવિત થશે. ડીએનએસ મેન્ટેનન્સને પગલે વેબ પેજ એકસેસ કરવામાં મુશ્કેલી પડી શકે છે.વૈશ્વિક સ્તરે નેટવર્ક યુઝ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.

(3:48 pm IST)