મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

આંધ્રમાં મૃત્યુ આંક ૧૦ થયોઃતીતલી વાવાઝોડું નબળું પડી પશ્ચિમ બંગાળ પહોંચ્યું આજે પણ શાળા-કોલેજો બંધ

નવી દિલ્હી તા. ૧રઃ ચક્રવાતી તોફાન ''તિતલી'' એ આંધ્ર-પ્રદેશમાં ૧૦ લોકોના જીવ લેવાની સાથે ઓરીસ્સામાં પણ તબાહી ફેલાવી છે. પશ્ચિમ બંગાળ પહોંચતા સુધીમાં તે નબળું પડી ગયું હતું. જો કે ત્યાં પણ વરસાદ થયો છે.

ઓરિસ્સામાં ''તિતલી''ના કારણે કાચા મકાનો પડી ગયા હતા અને સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. વિજળી અને ટેલીફોનના થાંભલાઓ પડી જવાથી વીજળી અને સંચાર સેવાઓને વ્યાપક અસર થઇ છે. તોફાનની સૌથી વધુ અસર સમુદ્રમાં માછલી પકડવા ગયેલા માછીમારોને થઇ છે.

ઓરિસ્સા સરકારે તોફાનના કારણે આજે પણ શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તોફાન સામેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવિન પટનાયકે એક ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી.

તોફાન દરમ્યાન પવનની ઝડપ ૧૪૦ થી ૧૬પ કિલો મીટરની રહી હતી.

(3:30 pm IST)