મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

ફ્લિપકાર્ટ પર એક કલાકમાં 10 લાખ અને 24 કલાકમાં 30 લાખથી વધુ ફોન વેચાયા

ગતવર્ષે પાંચ દિવસમાં થયેલો બિઝનેસ માત્ર 26 કલાકમાં થઇ ગયો

બેંગલુરુઃ ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ ફેસ્ટિવલ શરૂ થવાની સાથે જ માત્ર એક જ કલાકમાં ગ્રાહકોએ ૧૦ લાખ ફોન ખરીદ્યાં હતાં. કુલ ૨૪ કલાકમાં ૩૦ લાખથી વધુ ફોન વેચાયા હતા એટલે કે દર સેકન્ડે ૩૫ ફોનનું વેચાણ થયું હતું. કંપનીએ ૨૬ કલાકમાં એટલો બિઝનેસ કરી લીધો જેટલો ગઇ સાલ પાંચ દિવસમાં થયો ન હતો. કંપનીનો દાવો છે કે દેશમાં વેચાણનો આ એક નવો રેકોર્ડ છે.

 નવા ફોનની સાથેસાથે રિફર્બિશ્ડ ફોનની પણ જોરદાર ખરીદી કરી હતી. સેલ શરૂ થવાની સાથે જ ૨૪ કલાકની અંદર ફ્લિપકાર્ટના પ્રાઇવેટ લેબલ 2 Gud 35 ટકાની ઝડપથી વધ્યું હતું. આ સેલ ૧૪ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે

  મોટા એપ્લાયન્સીઝની બાબતમાં ટીવીએ બાજી મારી છે. ૧૦ ઓક્ટોબરે દુનિયાભરમાં વેચાયેલ દર ચાર ટીવીએ એક ટીવી ફ્લિપકાર્ટ પરથી ખરીદવામાં આવ્યું છે. સ્માર્ટ સ્પીકરની બાબતમાં પણ ગૂગલ હોમે એલેક્સાને પાછળ રાખી દીધું. દર બે સેકંડે ત્રણ હેડફોન ખરીદવામાં આવ્યાં હતાં.

(2:52 pm IST)