મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

# Me Tooના સમર્થનમાં રાહુલ ગાંધીઃ'હવે બદલાવનો સમય આવી ગયો છે'

બદલાવ લાવવા માટે સત્યને બૂમો પાડીને બોલવાની જરૂર છે

દેશમાં ચાલી રહેલ #MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ કે હવે સમય આવી ગયો છે જ્યારે બધી મહિલાઓ સાથે આદર અને સમ્માનથી રહેતા શીખી જાવ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે બદલાવ લાવવા માટે સત્યને બૂમો પાડીને બોલવાની જરૂર છે. રાહુલ ગાંધી પહેલા મોટા નેતા છે જેમણે #MeToo અભિયાનના સમર્થનમાં બોલ્યુ છે.

  ગયા એક સપ્તાહથી સોશિયલ મીડિયા પર #MeToo અભિયાન ચાલી રહ્યુ છે. એક વર્ષ પહેલા અમેરિકામાં યૌન શોષણ પીડિતો માટે શરૂ થયેલા આ અભિયાને હાલમાં ભારતમાં જોર પકડ્યુ છે. રાહુલ ગાંધીએ આ અભિયાનનું સમર્થન કરીને શુક્રવારે ટ્વિટર પર લખ્યુ, 'હવે સમય આવી ગયો છે જ્યારે બધી મહિલાઓ સાથે આદર અને સમ્માનથી રહેતા શીખી જાવ. મને ખુશી છે કે જે લોકો આવુ નથી કરતા તેમની જગ્યા ઘટી રહી છે. બદલાવ લાવવા માટે સત્યને બૂમો પાડીને બોલવુ જરૂરી છે.'

(1:54 pm IST)